જામનગરમાં બોગસ બેન્કખાતા બાબતે વધુ એક ફરીયાદ

  • December 22, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે.


જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ ૨૪ પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ૨ આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા  ૯.૯૦ લાખ નું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


 સરકાર પક્ષે સીટી-એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ સોનગરા ફરિયાદી બન્યા હતા, અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ-૧૭માં પરમ એપાર્ટમેન્ટમાં રહેતા સેલ્સમેન વિમલ રાજેશભાઈ મહેતા તેમજ પુનિતભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ બન્ને દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ  ૯,૯૦,૦૦૦ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.


 જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં બે ડઝન જેટલી ફરીયાદોમાં ૫૭ જેટલા શખ્સોની સંડોવણી ખુલી છે, જેમાં પોલીસ દ્વારા મુળ સુત્રધાર સુધી પહોચવા તપાસ લંબાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News