બેના હૃદય થંભી ગયા... બેડી યાર્ડના વેપારી અને જામનગરના 33 વર્ષીય ના. મામલતદારનું હાર્ટ એટેકથી મૃત્યુ

  • December 19, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં પાટીદાર રેસીડેન્‍સી ફલેટ નં. ૩૦૨માં રહેતાં વેપારી નરોત્તમભાઇ અમરશીભાઇ દેત્રોજા (ઉ.વ.૫૫) સાંજે મોરબી રોડ જકાત નાકા પાસે પોતાના મિત્ર વિનોદભાઇની સરદાર હાર્ડવેર નામની દૂકાને હતાં ત્‍યારે ચક્કર આવ્યા બાદ ઉલ્‍ટી થતાં બેભાન જેવા થઇ ગયા હતા. આથી મિત્ર સહિતનાએ તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતા ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો.


બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક નરોત્તમભાઇબેડી માર્કેટ યાર્ડમાં વી. કે. પટેલ નામની પેઢી ધરાવતા હતાં. અને ત્રણ ભાઇ એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. પરિવારના કહેવા મુજબ નરોત્તમભાઇ મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી મિત્ર વિનોદભાઇની દુકાને ખેતીમાં ઉપયોગી સાધનો લેવા માટે ગયા ત્યારે ત્યાં બેઠા હતા અને એકાએક ઉલ્‍ટી થયા બાદ ચક્કર આવતા ઢળી પડ્યા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.


ત્રીજા બનાવમાં શાપર વેરાવળના પડવલા ગામે એસએન લેબ કંપની પાસેના ક્‍વાર્ટરમાં રહેતો અને કંપનીમાં કામ કરતો મુળ નેપાળનો રાજેશભાઇ બાબાદીન મોૈર્ય (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે ક્‍વાર્ટરમાં હતો ત્‍યારે અચાનક તબિયત લથડતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તબિબને રાજેશભાઇએ ઝેરી પ્રવાહી પીધાની શંકા ઉપજતાં પોલીસ કેસ જાહેર કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવવાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. રાજેશભાઇ આઠેક વર્ષથી અહિ રહી કંપનીમાં કામ કરતો હતો. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News