દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભાટિયા ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

  • December 24, 2025 01:43 PM 

દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ભાટિયા ખાતે એલ.એન.પી. શૈક્ષણિક સંકુલમાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી. કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલા અને આવડત પ્રદર્શિત કરી હતી. નોંધનીય છે કે, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વકતૃત્વ, નિબંધ, સર્જનાત્મક, ચિત્રકલા, લગ્નગીત, લોક વાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, દોહા, છંદ,ચોપાઈ, લોક વાર્તા, લોકગીત, ભજન, સમૂહ ગીત, લોકનૃત્ય જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application