રાજ્ય પોલીસવડા ડોક્ટર કે એલ એન રાવ દ્વારા વારંવાર ગુનાઓ આચારતા નામચીન ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેણે ગેરકાયદેસર રીતે તેમજ સરકારી જમીન પર ઉભી કરેલી મિલકતો તોડી પાડવા કરેલા આદેશના પગલે નવનિયુક્ત રેન્જ આઈ જી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસપી ની સૂચનાથી જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ મથક ની ટીમે પીજીવીસીએલને સાથે રાખી 20થી પણ વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી મહિલા બુટલેગર નું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય,ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર,જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા ની સુચના ના પગલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડૉ. એમ એમ ઠાકોર, પીએસઆઇ એલ ડી મેતા, સહિતની ટીમે જેતપુરના નવાગઢમાં રહેતી મહિલા બુટલેગર વિલાસ મહિપતભાઈ ચાવડા ની મિલકત અંગે ચકાસણી કરતા સરધારપુર રોડ પર અનઅધિકૃત ૬૦૦ ચોરસ મીટર ગેરકાયદેસર દબાણ કરેલું હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી પીઆઈ એમ.એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,આ કાર્યવાહીમાં પોલીસે મામલતદાર જેતપુર શહેર/ગ્રામ્ય જેતપુર-નવાગઢ નગરપાલિકાની ટીમ અનેની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા આશરે ૬૦૦ મીટરની દબાણ વાળી મિલકત પર બુલડોઝર ફેરવી તેને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી હતી. આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ એમ ઠાકોર, પીએસઆઇ એલ ડી મેતા, અને ઉદ્યોગ નગર પોલીસ મથક ની ટીમ તેમજ પીજીવીસીએલ અને જેતપુર નવાગઢ નગર પાલિકા ની ટીમ જોડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application16 માર્ચે મહાલક્ષ્મી રાજયોગ બનશે, આ રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે અને પ્રગતિના દ્વાર ખુલશે
March 11, 2026 01:16 PMLPG કટોકટીની અસરઃ 10 રૂપિયાની ચાના 20, પાણીપૂરીથી લઈ પૂરી-શાક સુધી બધું જ મોંઘું થયું
March 11, 2026 12:51 PMદુનિયાભરમાં રોકાણથી દૂર ભાગતી મહિલાઓ, ભારતમાં સ્થિતિ વધુ ગંભીર, આંકડા જોશો તો ચોંકી જશો
March 11, 2026 12:29 PMયુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો સંકેત! ઇઝરાયેલને ઈરાનમાં કેટલાક સ્થળો પર હુમલા કરવા રોક્યું
March 11, 2026 12:28 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
