જામનગરમાં આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન એટલે કે સીબીઆઇની ટીમ ત્રાટકી હોવાના અહેવાલો સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે, પ્રાથમિક અહેવાલોમાં એવું જાણવા મળ્યું છે કે ઇન્કમટેક્સની સાથે મળીને સીબીઆઇ દ્રારા ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, આ લખાય છે ત્યારે બપોરે સીબીઆઇની ટીમ અહીંના એક મોટા ગજાના લેન્ડ ડેવલેપરના ભત્રીજા પર તપાસ ચલાવવા માટે પહોંચી છે, આ તપાસના અંતે કડાકા ભડાકા સર્જતી વિગતો સામે આવી શકે છે અને એક સીએને પણ તપાસના દાયરામાં આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે.
ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી
આજે બપોરે એવા અહેવાલો મળ્યા હતા કે, સીબીઆઇની ટીમ જામનગર આવી છે અને કોઇ લેન્ડ ડેવલેપર, તેના સીએ તથા અન્યને ટાર્ગેટ બનાવીને ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી છે, સ્વાભાવીક રીતે સીબીઆઇની ટીમ આવી હોવાથી વધુ વિગતો મેળવી શકાઇ નથી પરંતુ એવું જાણવા મળ્યુ છે કે કન્યા રાશીવાળું નામ ધરાવતા લેન્ડ ડેવલેપરના કન્યારાશી વાળા જ ભત્રીજા પર તપાસના કેમેરા કેન્દ્રીત થયા છે અને સીબીઆઇ સાથે ઇન્કમટેક્ષની ટીમ દ્રારા પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ આખું પ્રકરણ જામનગર તરફ વળ્યું
અત્યતં ગુપ્ત રાહે ચાલી રહેલા આ ઓપરેશનમાં એવું જાણવા મળ્યું છે કે જયપુર ખાતે સીબીઆઇ દ્રારા કોઇ મોટી વ્યકિતની કરપ્શનની મોટી રકમના મામલે ૩ એડવોકેટને અટકમાં લેવામાં આવ્યા હતા અને આ આખે આખુ પ્રકરણ ત્યાંથી જામનગર તરફ વળ્યું હતું કારણ કે અહીં લેન્ડ ડેવલેપરના ભત્રીજાને સાંકળીને કાળા નાણાંના મોટા વ્યવહારો થયાનું સામે આવ્યું છે અને એટલા માટેજ સીબીઆઇ તથા ઇન્કમટેક્ષની ટીમ અહીં આવી હોવાનું કહેવાય છે.
ભારે ખળભળાટ મચી ગયો
સીબીઆઇ અને આઇટીના આ જોઇન્ટ ઓપરેશનમાં કન્યા રાશીવાળા લેન્ડ ડેવલોપરના ભત્રીજાનું કામ સંભાળતા એક સીએ ઉપર પણ ગુપ્ત રાહે સીબીઆઇ અને આઇટી દ્રારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહયું છે. હાલ તપાસ ચાલુ છે અને બની શકે કે સીબીઆઇ દ્રારા તથા ઇન્કમટેક્ષ તરફથી અમદાવાદની વડી કચેરી મારફત સત્તાવાર વિગતો જાહેર થઇ શકે છે, જો કે સીબીઆઇ અને આઇટીનું જોઇન્ટ ઓપરેશન જામનગરમાં ગુપ્ત રીતે થઇ રહ્યું હોવાની વિગતો બહાર આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે, વધુ વિગતો મેળવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
