જામનગર : ક્રિસમસનો ઝગમગાટ

  • December 25, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નાતાલ નિમિતે ઠેર ઠેર રોશનીનો ઝગમગાટ મળી રહ્યો છે, ખાસ કરીને શહેરના સેક્રેટ હાર્ટ ચર્ચ, સેન્ટ આન્સ હાઇસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિગેરે સ્થળો પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે.



 તેમજ ગઇકાલે રાત્રે ૧ર વાગ્યે જીજસમાં જન્મના વધામણા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ઇસુ ખ્રિસ્તને મીણબત્તી લઇને લોકોએ પ્રાર્થના કરી હતી.



તદ્દઉપરાંત આજે પણ વિવિધ સ્થળોએ નાતાલની ઉજવણી કરવામાં આવશે, સેન્ટ આન્સ અને સેન્ટ ઝેવિયર્સ શાળાઓમાં વિવિધ શણગાર કરવામાં આવ્યા છે.



 જેમાં મઢુલીમાં જીજસને બેસાડવામાં આવ્યા છે, આજે શહેરમાં કેટલાક સ્થળોએ રાત્રે સાંતા બાળકોને ગીફટ દઇ નાતાલની ઉજવણી કરાવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application