જામનગર : પોલીસ હેડ કવાર્ટર પાસે સંવિધાન દિવસની ઉજવણી: આમુખનું સમુહ વાંચન

  • November 27, 2025 05:32 PM 

ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન-ગુજરાત અને ડીસ્ટ્રીકટ ગર્વ. પ્લીડર ઓફીસ-જામનગરના સંયુકત ઉપક્રમે જામનગરના પોલીસ હેડ કવાર્ટર કોન્ફરન્સ હોલ ખાતે ભારતના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન  ગઇકાલે સાંજે કરવામાં આવ્યુ હતું.


કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને જામનગર એસપી ડો. રવિ મોહન સૈની, મુખ્ય વકતા તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર મનોજભાઇ અનડકટ અને માનવંતા મહેમાનો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતા.

​​​​​​​

કાર્યક્રમમાં દિપ પ્રાગટય, મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત, બંધારણના આમુખનું સમુહ વાંચન બંધારણીય સોગંધવિધિ, સ્વાગત પ્રવચન તેમજ પ્રસંગોચીત, વિષયને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં એસ.પી. રવિ મોહન સૈની, બાર કાઉન્સીલીંગના મેમ્બર મનોજભાઇ અનડકટ ઉપરાંત જામનગર જીલ્લા સરકારી વકિલ જે.કે. ભંડેરી, જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવા, જાણીતા એડવોકેટ વી.એચ. કનારા, ધારાશાસ્ત્રી હિતેન ભટ્ટ, હસમુખભાઇ હિંડોચા, સનતભાઇ મહેતા તેમજ અન્ય ધારાશાસ્ત્રીઓ, પોલીસ અધિકારીઓ વિગેરે ઉપસ્થીત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News