જામનગરમાં કન્સ્ત્રક્સન ધંધાર્થી પર હિંચકારો હુમલો

  • November 24, 2025 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના ખંભાળીયા ગેઇટ, બજરંગ હોટલ નજીક ક્ધસ્ટ્રનના ધંધાર્થી પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, ગંભીર ઇજા કરતા યુવકને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘરેણા વેચાણની લેતીદેતીના મનદુ:ખના મામલે આ હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો, આ બનાવ અંગે મેઘપર ગામના બે અને જામનગરના ચાર સહિત કુલ ૬ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. 


જામનગરના શરૂ સેકશન રોડ ખાતે રહેતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી હરદેવસિંહ ભિખુભા ભટ્ટી (ઉ.વ.૨૨) નામના યુવાનના બહેન ખુશ્બુબાની વિરુઘ્ધ આરોપી મહેન્દ્રસિંહના પિતા કિશોરસિંહે સોનાના દાગીના ચોરીની ફરીયાદ કરેલ જે દાગીના આ યુવતિએ હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાને ૨૨ લાખમાં વહેચેલ હોય અને તેણી પાસેથી પોલીસે આ બધા ઘરેણા તથા ૧૦ લાખ રૂપીયા કબ્જે કર્યા હતા.


આ બધા ઘરેણા કિશોરસિંહને તથા ૧૦ લાખ યુવતિને પરત કરવા કોર્ટે હુકમ કરેલ હોય જે રૂપીયા તેણીને પરત આપતા આ બાબતનો ખાર રાખીને ગત તા. ૨૧ના શહેરના તળાવની પાળ નજીક બજરંગ હોટલ પાસે આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો સાથે ઘસી આવી એક સંપ કરી મંડળી રચી ફરીયાદી હરદેવસિંહને અપશબ્દો બોલી આરોપી મયુરે પાઇપ વડે હુમલો કર્યો હતો. 


ફરીયાદી યુવાનને પછાડી દઇ તમામે આડેધડ માર મારી શરીર તથા હાથ-પગના ભાગે ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી તેમજ છરીનો ઘા ઝીંકી દઇ ઉપરાંત પાઇપ માર્યો હતો, દરમ્યાન ફરીયાદીનો ૫૦ હજારની કિંમતનો મોબાઇલ તોડી નાખી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.


આ બનાવ અંગે હરદેવસિંહ ભટ્ટી દ્વારા સીટી-એ ડીવીઝનમાં મેઘપર ગામના મહેન્દ્રસિંહ કિશોરસિંહ પિંગળ, મયુર રામાવત, જામનગરના ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પિંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ અને મિતરાજસિંહ રૂપસંગ પિંગળની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પીઆઇ ચાવડા તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application