દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગત મિટિંગમાં થયેલ ચર્ચા અનુસાર થયેલ અકસ્માત નિવારણ અંગેની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓ દ્વારા તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત, હાઈવે પર અનધિકૃત ગેપ ઇન મિડીયમ તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ માર્ગ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર્સ લગાવવા સૂચના આપવામાં આવી હતી. તેમજ આગામી ફુલડોલ ઉત્સવ દરમ્યાન જાહેર માર્ગો પર સાઈન એજિસ લગાવવા તેમજ યાત્રિકોની સલામતી આનુષંગિક પગલાં લેવા તેમજ સઘન પેટ્રોલિંગ વધારવા માટે પોલીસ અધિક્ષક દ્વારા સૂચના અપાઈ.

બેઠકમાં પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, એ.આર.ટી.ઓ તેમજ સમિતિના સભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application