જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૨૫-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ભાણવડ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.
ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી. ડીપ્લોમા, બી.ઈ. અને બ.ટેક સિવિલ જેવી લાયકાત અને ૨ થી ૧૦ વર્ષ અનુભવ તથા ડીપ્લોમા ફાયર અને સેફટી સાથે ૪ થી ૧૦ વર્ષ અનુભવ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે ટેકનીકલ,સુપરવાઈઝર અને રૂરલ કેરિયર એજન્ટ જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
