જામનગરમાં પાના ટીંચતા આઠ શખ્સો ગીરફતાર

  • December 18, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના રાજગોર ફળી, પ્રશાંત એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ૮ શખ્સોને ૩૦ હજારનો રોકડ અને બે મોટરસાયકલ મળી ૧.૮૦ લાખના મુદામાલ સાથે એલસીબી પકડી લીધા હતા. 


જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચના અનુસાર શહેર, જીલ્લામાં પ્રોહી-જુગારના કેશ શોધી કાઢવા, અસરકારક કાર્યવાહી કરવા સુચના આપતા આ દિશામાં એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ  પીએસઆઇ મોરી અને પીએસઆ કાંટેલીયા તથા સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
​​​​​​​

દરમ્યાન સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, મયુદીનભાઇ સૈયદને મળેલ હકીકત આધારે શહેરમાં રાજગોર ફળીમાં પ્રશાંત એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચૌહાણફળી શેરી નં. ૩ના રાજેશ હરીભાઇ મકવાણા, ચાંદીબજાર, ડેલી ફળીના તુષાર ચંદુલાલ મહેતા, આણંદાબાવાનો ચકલો, રાજગોરફળી-૨ના ભરત મોહન કલ્યાણી, નરેશ ચમનલાલ શાહ, પ્રણામી-૩ બ્લોક ૩૩ રણજીતસગાર રોડ પાસે રહેતા પરેશ નાનાલાલ સોઢા, ગોકુલધામ સોસાયટી-૪, ગાંધીનગર પાસે રહેતા મહેન્દ્રસિંહ લખમણજી રાઠોડ, સ્વામીનારાયણનગર-૭ સ્મશાન પાસે રહેતા રમેશ ચકુ મકવાણા અને ચૌહાણ ફળી-૨, રણજીત રોડ જામનગર ખાતે રહેતા પ્રદિપ કિશોર બારડને દરોડા દરમ્યાન ૩૦૨૦૦ની રોકડ, બે મોટરસાયકલ મળી કુલ ૧.૮૦.૨૦૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News