જામનગર : જામવાડી ગામના ખેડૂતનું અકસ્માતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ

  • December 22, 2025 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ ખાંટ નામના ૬૨ વર્ષના ખેડૂત તા. ૨૦ના રોજ પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા, અને ડુબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. 
​​​​​​​

આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગ જયંતીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News