જામનગર : કાનાલુસથી ઓખા રેલ્વે ડબલ ટ્રેકની મંજુરી માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા પૂર્વ મંત્રી

  • November 28, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની ૧૪૭૪ કરોડની યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મંજૂરી આપવામાં આવતા હાલારની જનતા વતી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી. ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રોજેકટથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસને વેગ મળશે.


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અંત્યોદય અને જન જનને સુવિધાઓના ભાવ સાથે  મળેલી કેબિનેટ મિટિંગમાં રજૂઆતના પ્રતિસાદ સમાન, પશ્ચિમ ભારતના છેવાડાના વિસ્તાર, કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટ માટે  રૂ. ૧૪૭૪ કરોડની યોજના પીએમ-ગતિશક્તિ હેઠળ મંજૂર કરવામાં આવી છે. 


જેના લીધે દેશ વિદેશના  અસંખ્ય યાત્રાળુઓ જે તીર્થક્ષેત્ર દ્વારકા આવે છે તેઓને રેલવે રેલવેની આ ડબલ ટ્રેક સુવિધાનો લાભ મળશે તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર,ઉધોગ, પ્રવાસીઓને સુવિધાનો લાભ બેવડાયો મળશે. આમ દેશના છેવાડાના માનવીને વિકાસના ફળ મળે તેવા ઉત્તમ ઉદેશને ભાજપ ફરી એકવાર સાબિત કર્યું છે. 


કાનાલુસથી દ્વારકા ડબલ રેલવે ટ્રેક પ્રોજેકેટને મજૂર કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હાલારના સર્વે પ્રજાજન વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમ રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ  જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News