જામનગર : ડુંગળી-લસણથી છલોછલ હાપા યાર્ડ

  • December 22, 2025 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળી અને લસણની ભરપુર આવક થવા પામી છે, આજે ૧૫ હજારથી વધુ ગુણી ડુંગણી-લસણની ગુણી ઠલવાઇ છે.


ગત રાત્રીથી જ રાધીકા સ્કુલથી હાપા યાર્ડ સુધીના રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા, હાલમાં મગફળીની આવકમાં બ્રેક મારવામાં આવી છે, જયારે ડુંગળી અને લસણની ભરપુર આવક થતા હાપા યાર્ડ ડુંગળી-લસણની આવકથી છલોછલ થઇ જવા પામ્યું છે.
​​​​​​​

શનિવારે મગફળીની ૧૬ હજાર ગુણીની આવક થવા પામી હતી જેના લીધે આજથી મગફળીની આવકને રોક મારી દેવામાં આવી છે, શનિવારે નોંધાયેલ કુલ જણસ ૫૫૬૮૪ મણ નોંધાઇ હતી, જેમાં સૌથી વધુ આવક મગફળીની ૨૮ હજાર મણ થવા પામી હતી, સૌથી વધુ ભાવ જી‚નો ૨૯૦૦ થી ૩૮૦૦ સુધી બોલાયા હતા, જયારે ડુંગળીના ૨૫ થી ૧૩૫ અને લસણના ૧૩૨૫ થી ૨૯૫૦ ભાવ બોલાયા હતા તેમ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News