ઓખા દરીયાઇ વિસ્તારમાં એ.ટી.એસ, મરીન ટાસ્ક ફોર્સ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ

  • December 22, 2025 11:25 AM 

દરિયાઈ વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી ઘટના જેવા કટોકટીપૂર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી. તેમજ આતંકવાદી ઘટના બાદના તનાવપૂર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી.


 જેથી, આ બાબતને ધ્યાને લઈ ઓખા તથા આસપાસના વિસ્તારમાં એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરીટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધીક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે. જાડેજા અને બી.એચ. ચાવડા તેમજ ઓખા મરીન સેક્ટરના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે રવિવારે ફુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

​​​​​​​


આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન ઓખા તથા તેની આસપાસના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા લેન્ડીંગ પોઈન્ટ્સ, ફીશીંગ પોઈન્ટ્સ, શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News