જામનગર મહાનગરપાલીકા ખરેખર વિકાસ કાર્યો કરવાને બદલે દાવા કરવામાં ખૂબજ પાવરધી છે. જેના કિસ્સા અગાઉ પણ નોંધાયા છે અને હાલમાં પણ જોવા મળી રહ્યા છે. મનપાના આ દાવાથી શહેરીજનો પણ હવે રીતસર કંટાળી ગયા છે. જેનો એક વધુ કિસ્સો જોવા મળ્યો છે.
શહેરના ટ્રાફીકથી ધમધમતા ઓશળાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગ પર એક તો અણધડ અને મનસ્વી રીતે મૂકાયેલા ૧૦ ગેપથી રોજ ચકકાજામ થાય છે. આટલું જ નહીં ફલાય ઓવર બનતા આ માર્ગ પર ટ્રાફીક ઘટવાને બદલે વધતા મુશ્કેલી બેવડાતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ કપરી સ્થિતિમાં ખોડીયાર માતાજીના મંદીર પાસે માર્ગની એક બાજુ કામગીરી અર્થે મનપા દ્રારા મસમોટો ખાડો કરવામાં આવ્યો છે.
પરંતુ કોઇ કારણોસર આ કામ પુરૂ થતું નથી. સતત ટ્રાફીકથી વ્યસ્ત માર્ગ પરનો આ ખાડો જીવલેણ અકસ્માતને આમંત્રણ આપતો બન્યો છે. ત્યારે આ ખાડામાં રાહદારી કે વાહનચાલક પડતા કોઇ ગંભીર અકસ્માત થયા પછી મહાનગરપાલીકાનું તંત્ર જાગશે તે સવાલ શહેરીજનો પૂછી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLPG કટોકટીની અસરઃ 10 રૂપિયાની ચાના 20, પાણીપૂરીથી લઈ પૂરી-શાક સુધી બધું જ મોંઘું થયું
March 11, 2026 12:51 PMદુનિયાભરમાં રોકાણથી દૂર ભાગતી મહિલાઓ, ભારતમાં સ્થિતિ વધુ ગંભીર, આંકડા જોશો તો ચોંકી જશો
March 11, 2026 12:29 PMયુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો સંકેત! ઇઝરાયેલને ઈરાનમાં કેટલાક સ્થળો પર હુમલા કરવા રોક્યું
March 11, 2026 12:28 PMઓનલાઈન ગેમિંગથી ધનોતપનોતઃ પિતાને વળતરમાં મળેલા 1.77 કરોડ પુત્રએ ગુમાવ્યા
March 11, 2026 12:26 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
