જામનગર : માવનું ગામ - અંબાલામાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો સાગરીત પકડાયો

  • December 23, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જોડિયા તાલુકાના માવનુંગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી થઈ હતી, જે ચોરી કરનાર ગેંગના એક સભ્યને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, જ્યારે તેના અન્ય ચાર સાથીદારોની શોધખોળ હાથ ધરી છે.


જોડિયા તાલુકાના માવનું ગામમાં તેમજ અંબાલા ગામમાં વસવાટ કરતા ભરવાડ પરિવારના વાડામાંથી ઘેટા બકરાની ચોરી થઈ હતી, તે તસ્કર ગેંગને પકડવા માટે એલસીબીની ટુકડીએ ઊંડાણપૂર્વકની શોધખોળ હાથ ધર્યા પછી મૂળ ખેડા જિલ્લાના વતની કિશોર મનુભાઈ તળપદા દેવીપુજકને ઝડપી લીધો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.


જેણે ઉપરોક્ત બંને સ્થળેથી ઘેટા બકરાની ચોરી કરી હોવાનું કબૂલી લીધું છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પોતાના અન્ય ચાર સાથીદારોના નામ આપ્યા હતા.
​​​​​​​

જેમાં ખેડાના પરસોત્તમભાઈ પુંજાભાઈ તળપદા ઉપરાંત તેની સાથે નિઝામુદ્દીન મયુદ્દીન શેખ, ગોપાલ ઉર્ફે ગટી તળપદા, અને ઠાકોરભાઈ રાયજીભાઈ દેવીપુજકના નામો આપ્યા હતા, જે ચારેય આરોપીઓને પોલીસે ફરારી જાહેર કરી, તેઓની શોધખોળ હાથ ધરી છે. ઉપરોક્ત ગેંગ દ્વારા જોડિયામાં બે સ્થળે ઘેટા બકરાની ચોરી કર્યાની ઉપરાંત હિંમતનગર, વડોદરા, બાબરા અને પેટલાદમાં અન્ય પાંચ સ્થળે ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News