રાજકોટ ફી નિયમન સમિતિ દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા વધુ ફી વસૂલતી શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જામનગરની પી.વી. મોદી હાઇસ્કૂલ પાસે વધુ ફી વસૂલવા બદલ અત્યાર સુધીમાં કુલ રૂ. 7,50,000નો દંડ ફટકારવામાં આવ્યો હોવાની કબુલાત સરકારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કરવામાં આવી છે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આહીર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું હતું કે, આ શાળા પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી છે.
વર્ષ 2023 માં શાળાને સૌપ્રથમ વાર રૂ. 2,50,000નો દંડ કરવામાં આવ્યો હતો, જે વસૂલ કરી લેવાયો છે.ફેબ્રુઆરી 2026મા ફરીથી નિયમોનું ઉલ્લંઘન જણાતા એફ આર સી દ્વારા રૂ. 5,00,000નો વધારાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફી વધારાનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોવાથી તેઓ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. ફી મામલે છેતરામણીથી બચવા માટે એફ આર સી દ્વારા વાલીઓને સુચના આપવામાં આવી છે કે જેમાં વાલીઓએ www.frcgujarat.org પર જઈને શાળાની નિર્ધારિત ફી તપાસવી.ઉપરાંત જો પોર્ટલ પર દર્શાવેલ ફી કરતા વધુ રકમ માંગવામાં આવે, તો ભય રાખ્યા વિના ફરિયાદ કરવી.આ અંગે વાલીઓ ડીઈઓ,ડીપીઈઓ, ટીપીઈઓ સીએમઓ અથવા સીધા એફ આર સીમાં લેખિત જાણ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચાંદી 6000 મોંઘી થઈ, સોનામાં પણ ઉછાળો, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે MCX પર ભાવ ક્યાં પહોંચ્યો?
March 12, 2026 05:21 PMઅમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર સૌથી મોટો બિન-પરમાણુ બોમ્બ ફેંક્યો... સેટેલાઇટ તસવીર આવી સામે
March 12, 2026 04:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
