જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલો ખાંભાવાવ રામપર મોટી વેરાવર ગંગાવાવ રોડ એ 7.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો એક અત્યંત અગત્યનો મુખ્ય જિલ્લા માર્ગ છે. આ માર્ગ એક તરફ જામનગર-લાલપુર-પોરબંદર રોડ અને બીજી તરફ જામનગર-સમાણા-ફુલનાથ રોડને જોડે છે, જે આ વિસ્તાર માટે મહત્ત્વની કનેક્ટિવિટી પૂરી પાડે છે.ભારે વરસાદને કારણે આ માર્ગની સપાટી અત્યંત ખરાબ થઈ ગયેલ હતી, જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી.
આ પરિસ્થિતિના નિરાકરણ સ્વરૂપે, રસ્તાની સપાટી સુધારણાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી માટે રૂ.375.00 લાખની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર.વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરાવવામાં આવેલ છે અને તે બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવામાં આવનાર છે.
આ મહત્ત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થવાથી ખાંભાવાવ, રામપર, મોટી વેરાવર તેમજ આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને હવે આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLPG કટોકટીની અસરઃ 10 રૂપિયાની ચાના 20, પાણીપૂરીથી લઈ પૂરી-શાક સુધી બધું જ મોંઘું થયું
March 11, 2026 12:51 PMદુનિયાભરમાં રોકાણથી દૂર ભાગતી મહિલાઓ, ભારતમાં સ્થિતિ વધુ ગંભીર, આંકડા જોશો તો ચોંકી જશો
March 11, 2026 12:29 PMયુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો સંકેત! ઇઝરાયેલને ઈરાનમાં કેટલાક સ્થળો પર હુમલા કરવા રોક્યું
March 11, 2026 12:28 PMઓનલાઈન ગેમિંગથી ધનોતપનોતઃ પિતાને વળતરમાં મળેલા 1.77 કરોડ પુત્રએ ગુમાવ્યા
March 11, 2026 12:26 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
