લગ્નના ફુલેકામાં સગીરને મારથી છોડવવા વચ્ચે પડેલા યુવકને છરી ઝીંકી

  • March 11, 2026 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બગસરાના જામકા ગમે કાકાના દીકરા ભાઈના લગ્નના ફુલેકામાં સગીરને પરિચિતો વગર વાંકે મારમારતા હોવાથી તેને છોડાવવા ગયેલા યુવકને બે શખસોએ ગાળો ભાંડી છરીથી હુમલો કરતા ઇજા થઈ હતી. બનાવ અંગે બે ભાઈઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ધારીના અને હાલ જામકા ગામે રહી મજૂરી કામ કરતા મનીષ જીણાભાઈ વાઘેલા ગત તા.9ન આ રાત્રીના પરિવારના સભ્યો સાથે કાકાના દીકરા ભાઈના લગ્નના ફુલેકામાં હતો ત્યારે હેમરાજીયા પુલ પાસે પહોંચતા કાકાના દીકરા અલ્પેશ વાઘેલાને પડોશી જયસુખ કિશોરભાઈ પરમાર અને તેનો ભાઈ અવનિશ વગર વાંકે મારમારતા હોવાથી તેને છોડાવી બંને શખ્સોને સમજાવવા જતા ઝપાઝપી કરવા લાગ્યા હતા. અને જયસુખે છરીથી હુમલો કરતા છરીનો ઘા કપાળના ભાગે લાગી જતા લોહી નીકળવા લાગ્યો હતો. દેકારો થતા માણસો ભેગા થઇ જતા યુવકને છોડાવ્યો હતો. બંને શખ્સો જતા જતા ધમકી આપી હતી કે આજે તો બધા આવી ગયા એટલે તું બચી ગયો છો. હવે હાથમાં આવ એટલે મારી નાખવો છે. યુવકને સારવાર માટે ધારી સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદ પરથી જયસુખ અને અવનિશ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application