ધ્રોલની એમ.ડી મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૩૮મી એન.એસ. એસ. શિબિરનો ઉદઘાટન સમારંભ

  • December 22, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ- ધ્રોલ દ્વારા સંચાલિત શ્રી એમ. ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ- ધ્રોલ ખાતે ૧૯૮૭થી પરાષ્ટ્રીય સેવા યોજનાથ યુનિટ કાર્યરત છે. તારીખ ૧૮/૧૨/૨૫ થી ૨૪/૧૨/૨૫ દરમિયાન ૩૮ માં શ્રમ, સેવા, આરોગ્ય અંગેની ખાસ શિબિર ધ્રોલ તાલુકાના સોયલ ગામે આયોજિત થયેલ છે. શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટનાં સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા અધ્યક્ષ સ્થાને હતા. ખાસ શિબિરનું ઉદઘાટન તારીખ ૧૮- ૧૨ -૨૫ ના રોજ સોયલ ગામના સરપંચ હિતેશભાઈ દલસાણીયાના હસ્તે થયેલ. જેમાં ઉપસરપંચ રાજેશભાઈ દલસાણીયા, એસ.એમ.સી. અધ્યક્ષ દિનેશભાઈ દલસાણિયા અને ગ્રામ પંચાયત ગામના આગેવાનો, સોયલ તાલુકા શાળાના આચાર્ય મહેશભાઈ ગાંભવા,શ્રી એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય નીતાબેન રામાનુજ, શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસ કોઓર્ડીનેટર હેમલબેન નથવાણી, સુપરવાઇઝર શોભનાબેન, પ્રોગ્રામ ઓફિસર કિરણબેન, કેમ્પ સહાયક રૂબીનાબેન, ગ્રામજનો તથા શિબિરાર્થી બહેનો હાજર રહ્યા.


ઉદ્ઘાટનમાં ઉપસ્થિત મહેમાનઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો.  સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતાની થીમ ઉપર વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિ અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી. તેમજ સોયલ પ્રાથમિક શાળાની બાળાઓએ ડાન્સ રજૂ કરેલ. શ્રી એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય માનનીય નીતાબેન રામાનુજ દ્વારા શાબ્દિક સ્વાગત કરી પર્યાવરણ સુરક્ષાના હેતુને પૂર્ણ કરવા ગામના આગેવાનોના હસ્તક ૫૧ છોડનું વૃક્ષારોપણ કરવાની જાહેરાત કરી. એન.એસ.એસ કેમ્પનો ઉદેશ કિરણબેને તથા પ્રવૃતિ અંગે રૂબીનાબેને માહિતી આપેલ. પ્રાસંગિક ઉદબોધન શ્રી સોયલ પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ ગાંભવાએ આપેલ. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ જણાવ્યું કે, શિક્ષણની સાથે શિસ્ત અને કેળવણી બંને અનિવાર્ય અંગ છે કેમ્પમાં જન જાગૃતિના કાર્યક્રમ દ્વારા સમાજ સેવા અને સદગુણોનો વિસ્તાર થાય છે.


આભાર વિધિ શોભનાબેન દ્વારા અને સાંસ્કૃતિક કૃતિ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. કેમ્પ સહાયક રૂબીનાબેન હોથીએ કર્યું. સમગ્ર કેમ્પની સફળતા માટે સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતાએ શુભેચ્છા પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News