કાલાવડ ખેલ-મહાકૂંભ સ્પર્ધાના પરિણામમાં ઘાલમેલ : એબીવીપી દ્વારા આવેદન

  • November 28, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડની દિવ્યજ્યોત સ્કૂલ ખાતે ખેલમહાકુંભ દરમિયાન દોડની સ્પર્ધામાં એક વિદ્યાર્થીની સાથે અન્યાય થયાની ઘટનાને લઈને  કાલાવડ એબીવીપી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


કાલાવડ એબીવીપી દ્વારા પાઠવાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, દોડમાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીનીને નિયમ વિરુદ્ધ કોઈ બે વિધાર્થીની રહી ગઈ હતી, તેમ કહીને ફરી પાછી દોડાવવામાં આવી હતી, જ્યારે કે વિજેતા જાહેર કર્યા બાદ તેને ફરી દોડાડવાનો કોઈ નિયમ નથી.
​​​​​​​આ બેદરકાર અને દમનકારી વર્તનને કારણે વિદ્યાર્થીનીની તબિયત બગડી ગઈ અને તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી જે પોતે જ ઘટનાની ગંભીરતા દર્શાવે છે, અત્રે નોંધનીય છે કે, આ સ્પર્ધાના જવાબદાર આયોજકો પર કાર્યવાહી કરવા અને સમગ્ર ઘટનાની કડક તપાસ કરવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News