જામનગર : રવિવારથી ઠંડીમાં થશે વધારો : હવામાન ખાતાની આગાહી

  • December 20, 2025 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, ગઇકાલે ઠંડી વધુ હતી અને આજે ઠંડીનું પ્રમાણ કાલ જેટલું યથાવત રહ્યું  છે ત્યારે ગામડાઓમાં પણ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો શરૂ થઇ ચૂકયો છે, તાવ, શરદીના અનેક કેસો જોવા મળે છે. ગઇકાલે ઠંડીને કારણે ગામડાઓમાં પણ દુકાનો વહેલી બંધ થઇ ગઇ હતી.  હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિવારથી ઠંડીનું પ્રમાણ વધશે અને લોકોએ ગરમ કપડા પહેરવા પડશે.


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૦ થી ૧૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન ૦ થી નીચે ચાલ્યું ગયું છે તેવી રીતે આબુમાં પણ માઇનસ ડીગ્રી તાપમાન ચાલે છે ત્યારે દિવસો ગુજરાત માટે મહત્વના બની રહેશે. લાંબા સમયથી મિશ્ર ઋતુ ચાલી રહી હોય વાયરસ ચેપ વઘ્યો છે, જેને કારણે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કેસોનું પ્રમાણ વઘ્યું છે. ખાસ કરીને કમળાના રોગમાં વધારો થયો છે, શરદી, ઉધરસના કેસો તો અસંખ્ય જોવા મળ્યા છે, ગામડાઓમાં પણ પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.


ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. ગઇકાલે આછેરી ઝાકળ પણ જોવા મળી હતી, ખેડુતો હવે ખેતીના કામમાં લાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News