માર્ગના આધુનિકરણથી વાડીનાર પોર્ટની પ્રવૃત્તિઓ, સુરક્ષા સંબંધિત હેરફેર અને નરારા ટાપુ માટેની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે
જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો ૧૦.૭ કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું ૧૦ મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ, સીસી રોડ બનાવવાની તેમજ રસ્તા પરના જૂના અને જર્જરિત બ્રિજને તોડીને તેના સ્થાને નવા, મજબૂત બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ કામ વિશે માહિતી આપતા જામનગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ઝાંખર-વાડીનાર રોડ એ આ વિસ્તાર માટે અતિ મહત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ વાડીનાર પોર્ટ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેમજ પર્યટનનું મુખ્ય કેન્દ્ર એવા નરારા મરીન નેશનલ પાર્કને જોડતો હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે.તેમણે ઉમેર્યું હતું કે આ આધુનિકરણના કારણે પોર્ટની પ્રવૃત્તિઓ, સુરક્ષા સંબંધિત હેરફેર અને પર્યટન માટેની અવરજવર ખૂબ જ સરળ સુરક્ષિત અને ઝડપી બનશે જે જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં મોટો ફાળો આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLPG કટોકટીની અસરઃ 10 રૂપિયાની ચાના 20, પાણીપૂરીથી લઈ પૂરી-શાક સુધી બધું જ મોંઘું થયું
March 11, 2026 12:51 PMદુનિયાભરમાં રોકાણથી દૂર ભાગતી મહિલાઓ, ભારતમાં સ્થિતિ વધુ ગંભીર, આંકડા જોશો તો ચોંકી જશો
March 11, 2026 12:29 PMયુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો સંકેત! ઇઝરાયેલને ઈરાનમાં કેટલાક સ્થળો પર હુમલા કરવા રોક્યું
March 11, 2026 12:28 PMઓનલાઈન ગેમિંગથી ધનોતપનોતઃ પિતાને વળતરમાં મળેલા 1.77 કરોડ પુત્રએ ગુમાવ્યા
March 11, 2026 12:26 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
