જામનગર : કોટડાબાવીસી પાસે કારે બાઇકને ઠોકર મારતા માતા-પુત્રને ઇજા

  • December 18, 2025 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરના કોટડાબાવીસી રોડ પર કારે બાઇકને ઠોકર મારતા માતા-પુત્રને નાની મોટી ઇજા પહોચી હતી, જયારે કાલાવડમાં હોમગાર્ડ જવાનનો ભોગ લેનાર કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


જામજોધપુરના ભુપત આંબરડી ગામમાં રહેતા જીવા એભાભાઇ કોટા (ઉ.વ.૪૮) તથા તેમના માતા સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦એએન-૬૧૭૯માં બેસીને ગામેથી જામજોધપુર કામ અર્થે જતા હતા, દરમ્યાન તા. ૧૬ના રોજ કોટાડા બાવીસી રોડ પર કારખાના પાસે પહોચતા સેલ્ટોસ કાર નં. જીજે૧૦ડીઆર-૦૬૭૮ના ચાલકે બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીના બાઇકને પાછળથી ભટકાડી અકસ્માત સર્જયો હતો.


આ અકસ્માતમાં ફરીયાદીને કોણી અને ગોઠણના ભાગે છોલછાલ તેમજ તેમના માતા જાહીબેનને કોણીના ભાગે ૩ ફ્રેકચર અને માથામાં હેમરેજ જેવી ઇજા પહોચી હતી આથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જીવાભાઇ દ્વારા બનાવ અંગે ગઇકાલે કારના ચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

​​​​​​​ આ ઉપરાંત કાલાવડ શીતલા કોલોનીમાં રહેતા ખોડુભાઇ ગોરધનભાઇ પરમારએ ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦ડીઆર-૪૮૪૬ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ફરીયાદીના ભાઇ ગીરીશભાઇ પરમાર (ઉ.વ.૩૪) હોમગાર્ડની નોકરી પુરી કરીને એકટીવા સાથે આઇટીઆઇ ચોકડી પાસે ઉભા હોય ત્યારે ફોરવ્હીલ ચાલકે બેફીકરાઇ અને પુરઝડપે ચલાવી ફરીયાદીના ભાઇ સાથે એકસીડન્ટ કરી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું, આ ફરીયાદના આધારે નાશી ગયેલા ફોરવ્હીલ ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News