ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL) અનુસાર, વર્ષ 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાતે આવ્યા હતાં. 2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે. પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડોના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીં સ્કુબા ડાઇવિંગ, બોટિંગ અને સ્કિઇંગ જેવી સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓની સુવિધા પણ ઉપલબ્ધ છે.
શિવરાજપુરની સફળથા ‘દેખો અપના દેશ’ પહેલ સાથે સુસંગત છે. આ પહેલની શરૂઆત જાન્યુઆરી 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય પાંચ શ્રેણીઓ અંતર્ગત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આ પાંચ શ્રેણીઓ છે: આધ્યાત્મિક, સંસ્કૃતિ અને વારસો, પ્રકૃતિ અને વન્યજીવન, એડવેન્ચર અને અન્ય. દેશવ્યાપી આ અભિયાનને આગળ લઇ જવામાં શિવરાજપુર દરિયાકિનારાનું મહત્વપૂર્ણ યોગદાન છે.
આ વિસ્તારમાં પ્રવાસન અને સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે અમુક મોટી પહેલો પણ હાથ ધરી છે. ક્ષેત્ર વિશિષ્ટ રોકાણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કૉન્ફરન્સની બીજી આવૃત્તિ 8-9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે જે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર કેન્દ્રિત છે. આ કૉન્ફરન્સમાં શિવરાજપુર જેવા પ્રવાસન આકર્ષણોને ઉજાગર કરવામાં આવશે જે દર્શાવે છે કે પ્રાકૃતિક સંસાધનો અને સાંસ્કૃતિક વારસાનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરીને રાજ્ય વિકાસ વિકસિત ગુજરાત@2047 તરફ અગ્રેસર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગેસ સિલિન્ડરની અછત માત્ર અફવા: પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું- 'પેનિક બુકિંગ' ટાળો, સપ્લાય પૂરતો છે
March 13, 2026 06:57 PMસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
