સૌરાષ્ટ્રભરમાં ચોરીના ગુના આચરતી ગેંગના ૧૯ સામે ગુજસીટોક, જાણો આરોપીઓના નામ

  • March 18, 2026 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રભરમાં ચોરી સહિતના ગુના આચરતી ટોળકીના ૧૯ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં ચોરી, લૂંટ, દુષ્કર્મ સહિતના ગુનાઓ મળી કુલ ૯૨ ગુના આચર્યા હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે ગેંગના 10 આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે વધુ એક આરોપી સકંજામાં હોવાનું તેમજ ચાર આરોપીઓ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


દરમિયાન પાલીતાણાના રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણીયો રામજીભાઈ પરમાર નામનો શખસ તેના સાથીદારો અને સાગરીતો સાથે મળી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ચોરી સહિતના ગુના આચરતા હોય જેથી આ ટોળકી સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા તથા ટીમે આ ટોળકી ગુનાઓ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગુનાહિત માહિતી મેળવી ગુજસીટોક મુજબ ગુનો બનતો હોવાનું ફલિત થતું હોય જેથી રેકર્ડના આધારે વિગતવારની દરખાસ્ત તૈયાર કરી વીંછિયા પોલીસ સ્ટેશનમાં આ ટોળકીના 19 શખસો વિરુદ્ધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી સામે ચોરી ઘરફોડ ચોરી, લૂંટ, દુષ્કર્મ સહિતના મળી કુલ ૯૨ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ટોળકીના 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે 11 મો આરોપી હાથ વેદમાં હોવાનું જાણવા મળ્યું છે તેમજ ચાર આરોપીઓ જેલમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે વધુ તપાસ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, રોહિતભાઈ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, ભાવેશભાઈ ચાવડા, અનિલભાઈ બડકોદિયા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ જમોડ, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, શિવરાજભાઈ ખાચર, જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઈ બાવળીયા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.


આ શખસો સામે ગુજસીટોક કરાઇ

ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા,ભયલુ મનુભાઇ વાઘેલા,સંજય ઉર્ફે સી.જે.મનુભાઇ વાઘેલા(ત્રણેય રહે નવાણીયા તા.વલ્લભીપુર જી.ભાવનગર), મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કામલી રમેશભાઇ સોલંકી(રહે.ચોગઠ તા.ઉમરાળા જી.ભાવનગર),અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ ઝાપડીયા (રહે.મુળ. તુરખા બોટાદ), મનજી ઉર્ફે બાટલી પરસોતમભાઇ ડાભી(રહે.ચોગઠ ભાવનગર), વિપુલબચુભાઇ વણોદીયા (રહે.લાખણકા ગોવાળીયા બોટાદ,) અશોક લાભુભાઇ સોલંકી (રહે.મોખડકા તા.પાલીતાણા ભાવનગર ), સંજય બાવકુભાઇ ઉર્ફે બાબુભાઇ સોલંકી (રહે.ભંડારીયા તા.જસોણ રાજકોટ), મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા(રહે.ગરીબપરા તા.ઘોઘા ભાવનગર), જગદીશ ઉર્ફે કાળીયો ઉર્ફે ગગુડીયો પોપટભાઇ ચૌહાણ(રહે.હાલ.પાલીતાણા શકિતનગર મુળ.નાના જાળીયા તા.પાલીતાણા ભાવનગર),ભરત ઉર્ફે બોડીયો ગંભીરભાઇ પરમાર (રહે.હાલ દરેડ ગામ જામનગર મુળ મેઢા ગામ તા.પાલીતાણા ભાવનગર), રાજુ ઉર્ફે ભાણો ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર(રહે.ચોટીલા જુના બસ સ્ટેન્ડ પાસે તા.ચોટીલા ), નરેશ મગનભાઇ કારડીયા (કાંજીયા) (રહે.ઠેબા ગામ જામનગર), દિનેશ ધીરૂભાઇ વાઘેલા(રહે.પાલીતાણા સી.એન.જી. ગેસની સામે), અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલા(રહે.પાલીતાણા શકિતનગર તા.પાાલીતાણા ભાવનગર), અર્જુન ભગવાનભાઇ ઉર્ફે ભગાભાઇ વાઘેલા(રહે.માલવણ ગામ તા.પાલીતાણા જી.ભાવનગર),હિરા ઉર્ફે નાનો દલસુખભાઇ સાથળીયા(રહે.નીંગાળા ગામ તા.ગઢડા જી.બોટાદ) નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application