જામનગરના આંગણે રિધમસ ફાઉન્ડેશન દ્વારા 5555 યજ્ઞ કુંડીનો અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે જે આયોજન અગાઉ 9999 કિલોમીટરની ભારત ભ્રમણ યાત્રા કરવામાં આવશે. ૧૪/૧ થી ૩/૨ (૨૦૨૬) સુધી ભારતભ્રમણ યાત્રાની કરાશે.
આ આયોજનના ભાગરૂપે જામનગરમાં રિધમસ ફાઉન્ડેશન તરફથી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ભારતભ્રમણ યાત્રાનો પ્રારંભ 14 જાન્યુઆરી 2026ના રોજ થવાનો છે, જે 21 દિવસ સુધી ચાલશે, જ્યારે અશ્વમેધ મહાયજ્ઞનું આયોજન 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવ દિવસ માટે કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતવાર માહિતી રિધમસ ફાઉન્ડેશનના નિયામક શ્રીરામ પઢિયાર, રાજ કારેણા, રણજીત તામહાણે, કૃષ્ણાબેન આહીર, લખમણ આહીર અને અરવિંદ ગોરફાડ દ્વારા આપવામાં આવી હતી.
યજ્ઞશાળા, યજ્ઞવિધિના મુખ્ય આચાર્ય રવીન્દ્રભાઈ શાસ્ત્રીજી(જુનાગઢ)ના પ્રતિનિધિ મયુરભાઈ પંડ્યા,મયુરભાઈ ભટ્ટ દ્વારા તમામ વ્યવસ્થા માટે માહિતી આપવામાં આવી હતી!
અશ્વમેધ યજ્ઞને સનાતન ધર્મના અનેક સમાજોનો વ્યાપક સમર્થન મળ્યું છે. જેમાં સગર સમાજના જામનગર પ્રમુખ રામસીભાઈ મારુ, જયસુખજી પાથર, સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડ, જયેશભાઈ સોનગરા, મગનભાઈ પરમાર, જાપતિ વિશ્વકર્મા સમાજના પ્રમુખ ગિરિશભાઈ અમેઠિયા, આહિર સમાજના યુવા પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, દ્વારકા આહિર સમાજના મહિલા અગ્રણી કાજલબેન કાંબરિયા, અવનીબેન અને મોનિકાબેન,બ્રહ્મ સમાજના પ્રમુખ હિરેનભાઈ કનૈયા અને મહિલા વિભાગ પ્રમુખ મનીષાબેન સુબડ, રાજપૂત સમાજના યુવા પ્રમુખ એડવોકેટ હરદેવસિંહજી ગોહિલ, નગરસેવિકા કાજલબેન ગણયાણી, રાધિકા એક્ઝિબિશનની સંચાલિકા રાધિકા ભાનુશાળી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા માતાનો ફાંસો ખાઈ આપઘાત
March 10, 2026 03:24 PMસ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં ચર્ચા: વિપક્ષે જગદંબિકા પાલના અધ્યક્ષ પદ પર સવાલ ઉઠાવ્યા
March 10, 2026 03:07 PMયુદ્ધથી હાહાકાર... ગેસ કટોકટી માત્ર ભારતમાં જ નહીં પણ આ 9 દેશોમાં પણ વધી, લોકડાઉન જેવી સ્થિતિ
March 10, 2026 03:04 PMબિલ્ડિંગ ફ્લાવર બેડની દંડનીય રકમ ભરવામાં હપ્તા કરી આપવાની અરજન્ટ બિઝનેસ મંજૂર
March 10, 2026 02:57 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
