જામનગર શહેરમાં એકી-બેકીનો જુગાર રમતા છ શખ્સ ગીરફતાર

  • December 23, 2025 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા કુલ ૬ શખ્સોને રોકડ સાથે અટકમાં લીધા હતા.
​​​​​​​

જામનગરના પખાલીવાડમાં રહેતા સંજય જયસુખ વારા અને ધુંવાવનાકામાં રહેતા બિરજુ રાજુ ડાભીને શાક માર્કેટ રોડ પર ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા રોકડા ૨૯૦ સાથે પકડી લીધા હતા.


જયારે દિ.પ્લોટ-૪૯માં રહેતા મહેન્દ્ર દામજી મંગે અને કરણ મનસુખ મકવાણાને એકી બેકીનો જુગાર રમતા ૪૯ વિસ્તારમાંથી રોકડા ૫૦૦ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા વિજય સુખા મકવાણા અને ભારતવાસમાં રહેતા પુંજા નારણ સાગઠીયાને એકી બેકીનો જુગાર રમતા રોકડા ૩૦૦ સાથે અંબર ચોકડી બ્રિજ નીચેથી પોલીસે દબોચી લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News