જામનગર : આગામી ૨૧ ડિસેમ્બરે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત્રિ

  • December 19, 2025 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આગામી ૨૧મી ડિસેમ્બરને રવિવારે ભારત સહિત ઉત્તર ગોળાર્ધના તમામ દેશોમાં રાત્રિ વધુ લંબાઈની રહેશે. આ દિવસે પૃથ્વી ઉપરથી જોતાં સૂર્ય દક્ષિણ તરફ વધુમાંવધુ ઝૂકેલો દેખાશે. 


આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર ૨૩.૫ નમેલી રહી સૂર્યની પ્રદક્ષિણા કરતી હોવાથી આપણે ત્યાં રાત-દિવસની લંબાઈના ફેરફાર તથા ઋતુઓના ફેરફાર અનુભવીએ છીએ. આગામી ૨૧મી ડિસેમ્બરને રવિવાર દરમિયાન સાયન સૂર્ય મકર  રાશિમાં પ્રવેશ કરશે અને આપણે ત્યાં શિશિર ઋતુનો પ્રારંભ થશે, અને સૂર્ય પોતાની દક્ષિણાયન ગતિ પૂર્ણ  કરી ઉત્તરાયણ ગતિની શરૂઆત કરશે. આગામી રવિવારને ૨૧ મી ડિસેમ્બરના દિવસે દક્ષિણ ધ્રુવ ઉપર ૬ મહિના દિવસ દરમિયાન વચ્ચેનો દિવસ હશે, અને ત્યાં સુર્ય મહતમ ઊંચાઈ ઉપર પહોંચશે, અને ત્યારબાદ સૂર્યની ઊંચાઈ ઘટતી જશે. તેજ રીતે ઉત્તર ધ્રુવ પ્રદેશ ઉપર ૬ મહિનાની રાત્રિ દરમ્યાન વચ્ચે નો દિવસ હશે.


જામનગર​​​​​​​માં રાત્રિ ૧૩ કલાક અને ૧૪ મિનિટ  અને દિવસ ૧૦ કલાક અને ૪૬ મિનિટનો રહેશે. દ્વારકામા રાત્રિની લંબાઈ ૧૩ કલાક અને ૧૩ મિનિટ રહેશે. ૨૧મી ડિસેમ્બર પછી આપણે ત્યાં સૂર્યોદય ક્રમશ: મોડો થશે , પણ સૂર્યાસ્ત તેથી વધારે મોડો થશે. આ કારણે આપણા આકાશ માં સૂર્ય વધુ સમય હાજર રહેશે, અને દિવસ ક્રમશ: લાંબો થતો જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News