અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેની ગર્લફ્રેન્ડ જામનગરના મહેમાન બન્યા હતા. જામનગરમાં રિલાયન્સ રિફાઈનરીમાં આવેલા વનતારાની મુલાકાતે બંને આવ્યા હતા. બંનેનું ભવ્યા સ્વાગત કરવામાં આવ્યું હતું. વનતારામાં વિઘ્નહર્તા ગણપતિ મંદિરમાં બાપ્પાના દર્શન કરી બંને ભક્તિમાં લીન થયા હતા. તેમજ અનંત અંબાણી અને રાધિકા સાથે બંને દાંડિયે રમ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત શહેર માટે એક વિશેષ પ્રસંગ બની રહી હતી. રાધિકા અને અનંત અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ ગરબે ઘૂમ્યા હતા. જામનગરમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. મારું મન મોર બની થનગાટ કરે... સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા લઈ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
વનતારાની મુલાકાત લીધી
અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા ગયા હતા. વનતારામાં તેમણે પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું. અંબાણી પરિવારના પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું. આ મુલાકાતથી તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ મળી હતી.
ધાર્મિક સ્થળોએ પૂજા-અર્ચના કરી
વનતારાની મુલાકાત બાદ જુનિયર ટ્રમ્પે ત્યાં આવેલાં મંદિરોની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગણપતિ મંદિર સહિતનાં ધાર્મિક સ્થળોએ પૂજા-અર્ચના કરી શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર પ્રવાસ દરમિયાન જુનિયર ટ્રમ્પ ભારતીય પરંપરા, આતિથ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે આ અનુભવને અનોખો અને યાદગાર ગણાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસવા લાખ તો આપવા જ પડે, ઓછું કંઇ નહીં...રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો વાયરલ
March 13, 2026 03:52 PMગૃહ મંત્રીને ધમકી આપનાર અને મિત્રના ઘરે ચોરી કરનાર આસિફ હૈદરાબાદથી ઝડપાયો, કાયદાનું ભાન કરાવાયું
March 13, 2026 03:51 PMરાજકોટવાસીઓને રાહત... બપોરે 1થી 4 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા મનપાનો નિર્ણય
March 13, 2026 03:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
