જામનગર : કડીયાવાડ વિસ્તારમાં વિદેશી દારૂની ૩૯૮ બોટલો સાથે એકની અટક

  • December 19, 2025 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા બહારથી ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો આયાત કરીને પોતાના રહેણાંક મકાનમાં સંતાડવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.


કડીયાવાડ વિસ્તારમાં વિશ્વકર્મા ચોકમાં રહેતા રોહિત ઉર્ફે ગટુ જેન્તીભાઈ ચાવડા નામના શખ્સના મકાન પર ગઈકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાં ઉતારવામાં આવેલો નાની-મોટી ૩૯૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.


 આથી પોલીસે રૂપિયા ૧,૪૩,૭૦૦ ની કિંમત નો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ મકાન માલિક રોહિત ચાવડાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછના આધારે ઉપરોક્ત દારૂ વાપીના સંદીપભાઈ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જાણવા મળતાં પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર વાપી સુધી લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News