જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર હુમલો કરવાના પ્રકરણમાં એક રીક્ષા ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

  • December 25, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ. મહિપતસિંહ પરમારના બે પુત્ર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર તેમજ અમરદીપસિંહ મહિપતસિંહ પરમાર, કે જેઓ ગઈકાલે સવારે ૧૦.૦૦ વાગ્યા આસપાસ શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયેલા પોતાના માતા તેમજ કાકાને લેવા માટે ગયા હતા, જ્યાં રીક્ષા ચાલક સાથે વાહન સાઈડમાં રાખવા બાબતે તકરાર થઈ હતી.


 દરમિયાન રીક્ષા ચાલક અને તેની સાથે મદદમાં દોડી આવેલા અન્ય બે સાગરીતોએ ઉશ્કેરાટમાં આવી જઈ બંને ભાઈઓ પર તિક્ષણ ધારદાર  હથિયારના ઘા મારીને ઇજાગ્રસ્ત બનાવી દેતાં બંને ભાઈઓને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


 આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્ત અમરદીપસિંહ પરમારની ફરિયાદના આધારે જી.જે.૧૦ ટી.ડબ્લ્યુ. ૫૮૦૯ નંબરની રીક્ષાના ચાલક અને તેના અન્ય બે સાગરીતો સામે ગુનો નોધ્યો છે. અને ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે રિક્ષાના નંબરના આધારે હુમલાખોર આરોપીની ઓળખ કરી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application