ભાણવડની ગુજરી બજારમાં રોમિયોગીરી કરતા બે લુખ્ખા પકડાયા

  • December 18, 2025 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભાણવડના ગુજરી બજારમા સીન સપાટા મારી રોમીયોગીરી કરાતી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા પોલીસ ત્વરીત હરકતમાં આવી હતી.જેમાં પોલીસે બન્ને રોમીયોને પકડી પાડી કાયદાનુ ભાન કરાવી માફી મંગાવાઇ હતી.


જાણવા મળતી વિગત અનુસાર ભાણવડના રણજીત પરા અને ગામ વચ્ચે ફલકુ નદીના પટ સહિત પુલ પર દર શનિવારે ગુજરી બજાર ભરાય છે, ગુજરી બજારમાં નાના ધંધાર્થીઓ પેટીયુ રળવા માટે ઠેર ઠેરથી આવતા હોય છે.ગુજરી બજારના કારણે ભાણવડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ચીજ વસ્તુઓની ખરીદી કાટે આવતા હોય છે જે સાથે લોકોની પણ ભારે ભીડ જોવા મળે છે.


જે દરમિયાન કેટલાક ટપોરીઓ પણ ભીડમાં ધુસી જઇ રોમીયોગીરી સાથે યુવતિઓની પજવણી કરી કથિત અભદ્ર ભાષા પણ ઉચ્ચારતા હોવાનુ કહેવાય છે.
​​​​​​​

આવા જ એક બનાવનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે તુરંત ભાણવડના પીઆઇ દેસાઇ સહિતની ટીમે રોમીયોગીરી કરતા બે શખસોને ગણતરીના કલાકોમાં શોધખોળ કરી ઝડપી પાડયા હતા અને બંનેને કાયદાનુ ભાન કરાવી માફી મંગાવાઇ હતી. બીજી બાજુ પોલીસની કામગીરીને આમ જનતાએ પણ બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News