જામનગરની એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા પતિ-પત્નીને નૈવૈેધનો ચસકો લાગ્યો છે. આથી બંનેની કામગીરી શંકાના દાયરામાં આવી છે. લાલબંગલા પટાંગણમાં કાર્યરત એક કચેરીમાં બંને સાથે હોય મોકળું મેદાન મળી ગયું હોય અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે. કારણ કે, બંને વહીવટની એક પણ તક ચૂકતા ન હોવાની અરજદારોમાં ગંભીર ફરિયાદો ઉઠતા ભારે ચર્ચા સાથે ખળભળાટ મચી ગયો છે.
જામનગરની સરકારી કચેરીઓમાં પારદર્શક વહીવટના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ લાંચિયા સરકારી બાબુઓના કારણે આ દાવા છાશવારે પોકળ પુરવાર થઇ રહ્યા છે. ત્યારે શહેરની એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા પતિ-પત્નીને ગંભીર વ્યસનની જેમ નૈવૈધનો ભારે ચસકો લાગ્યો છે. આથી બંનેની સરકારી કચેરીમાં કરવામાં આવતી તમામ કામગીરી શંકાના દાયરામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે, આ દંપતિ લાલબંગલા પટાંગણમાં કાર્યરત એક કચેરીમાં બંને સાથે હોય મોકળું મેદાન મળી ગયાની ચર્ચા પર જોરશોરથી ચાલી રહી છે. એક જ કચેરીમાં બંને સાથે હોય ટેબલ નીચેના વહીવટની એક પણ તક ચૂકતા ન હોવાની ગંભીર ફરિયાદો અરજદારોમાં ઉઠી છે.
આટલું જ નહીં બંને મહત્વની જગ્યા પર ફરજ બજાવતા હોય નૈવૈધની લ્હાયમાં દબાણની નીતિ અપનાવી મનસ્વી રીતે કામગીરી કરતા હોય અરજદારો ત્રાહીમામ પોકારી ગયાની થોકબંધ ફરિયાદો અરજદારોમાં ઉઠી છે.વળી, અરજદારોમાં થતી સૌથી ચોંકાવનારી ચર્ચા મુજબ એક મસમોટા કૌંભાડમાં એક જ કચેરીમાં ફરજ બજાવતા દંપતિ પૈકી એક અધિકારીએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. ત્યારે અરજદારોમાં ઉઠેલી ગંભીર ફરિયાદો બાદ આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application