જામનગરના સ્ક્રેપના વેપારી યુવાનની કાર લીંબડી હાઇવે પર આઇસર ટ્રક પાછળ ઘુસી જતા આ ગોઝારા અકસ્માતમાં વેપારીનું મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
લીંબડી હાઇવે પર શિયાણી સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. ઓવરબ્રીજ ઉતરી રહેલી કાર આગળ જઈ રહેલા આઈસર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને કાર ચાલક આઈસર નીચે દબાઈ ગયા હતા.

આ ગોઝારા અકસ્માતમાં જામનગરના જાણીતા સ્ક્રેપ વેપારી આશિષભાઈ રઘુભાઈ ગંઢાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કારમાં પાછળની સીટ પર બેઠેલા ભાવેશભાઈ સરવૈયાને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા જ લીંબડી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કારના પતરા તોડી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે તા.૨૭-૦૨-૨૦૨૬ ના બપોરે ૩:૩૦ વાગ્યે નિવાસ સ્થાન લાવડીયા ગામમાંથી અંતિમ યાત્રા નીકળી હતી,જેમાં હાલારી ભાનુશાલી સમાજના અગ્રણીઓ ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા,લાવડિયા ગામ શોકમગ્ન બની ગયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application