BREAKING NEWS

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસઃ ગણેશ ગોંડલ સહિત 13 સુરેન્દ્રનગર એસપી સમક્ષ હાજર, મોડીરાત સુધી પૂછપરછ ચાલી

  • November 23, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને અન્ય 12 સહિત કુલ 13 લોકો સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ હાજર થયા હતા. મોડીરાત સુધી આ 13 લોકોની પુછપરછ અને નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

મૂળ રાજસ્થાનના ગોંડલમાં રહી UPSCની તૈયારી કરતા વિદ્યાર્થી રાજકુમાર જાટની શંકાસ્પદ મોતને લઈને વિવાદ સર્જાયો હતો. તેની હત્યા થઇ હોવાના આક્ષેપો થયા અને આ ચકચાર કેસમાં ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ઉપર પણ આક્ષેપો થયા હતા. ત્યારબાદ ફરિયાદ પણ દાખલ થયેલ અને આ ઘટનાના પડઘા રાજસ્થાનમાં પણ પડ્યા હતા. રાજકુમાર જાટને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી. ગોંડલ પોલીસ પાસેથી આ તપાસ હાઇકોર્ટે હુકમ કરી સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ધ્રાગધ્રા DYSP જે ડી પુરોહીતને ખાસ સોંપી હતી.


શું હતો સમગ્ર મામલો?

મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application