BREAKING NEWS

રાજકોટમાં લીંબુના ભાવે ખટાશ પકડી....ઉનાળાના પ્રારંભે જ યાર્જમાં એક કિલોના 200થી 300 રૂપિયા

  • March 17, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના આરંભે જ લીંબુના ભાવ પ્રતિ કિલોના રૂ.૨૦૦થી ૩૦૦એ પહોંચતા દેકારો બોલી ગયો છે. યાર્ડની હોલસેલ માર્કેટમાં ભાવ ૨૦૦થી ૩૦૦ થતા શહેરની રિટેલ શાક માર્કેટમાં પ્રતિ કિલોના રૂ.૪૦૦થી ૫૦૦ સુધીના ભાવ વસુલાઇ રહ્યા છે.


વિશેષમાં યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઉનાળાના આરંભે જ આકરો તાપ વરસવા લાગતા લીંબુના પાકને ભારે માઠી અસર થઇ છે. તદ્ઉપરાંત હજુ કોલ્ડ સ્ટોરેજનો માલ માર્કેટમાં આવ્યો ન હોય ભાવ ઝડપભેર વધી રહ્યા છે. ઉનાળામાં કોલ્ડ્રીંક્સ તેમજ શેરડીના રસ વિગેરેમાં લીંબુનો ભરપૂર વપરાશ થતો હોય આવક કરતા લેવાલી વધુ રહે છે જેના કારણે પણ સતત ભાવ વધી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં અમરેલી, ભાવનગર, મોરબી અને હળવદ સહિતના પંથકમાંથી લીંબુની આવક થઇ રહી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે માવઠાની આગાહી છે ત્યારે જો કમોસમી વરસાદ આવશે તો લીંબુમાં બગાડ વધશે અને ભાવ હજુ વધે તેવી સંભાવના નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application