અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયાના બાર એસોસિએશનની રચના બાર કાઉન્સિલના આદેશ અનુસાર વર્ષ 2025-26 માટે બેઠક બોલાવવામા આવી હતી. આ બેઠકમાં વડિયાના બાર એસોશીએશન પ્રમુખ તરીકે સતત બીજી વખત સિનિયર એડવોકેટ, નોટરી, બેંકોના પેનલ એડવોકેટ, પીઢ પત્રકાર અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભીખુભાઇ વોરાને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા અને વડિયા બાર એસોસિએશનના પ્રમુખ પદનો તાજ બીજી વખત સોંપવામાં આવ્યો હતો.
ઉપપ્રમુખ તરીકે પી.એચ.મકવાણા
જ્યારે ઉપપ્રમુખ તરીકે પી.એચ.મકવાણા, સેક્રેટરી તરીકે એમ.ડી. ચૌહાણ, ખજાનચી તરીકે કે.પી સેજુ અને લાયબ્રેરીયન તરીકે ડી.એચ. ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ વરણીને વડિયા કુંકાવાવના તમામ વકીલોએ આવકારી હતી અને મિત્ર વર્તુળ તરફથી પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.