BREAKING NEWS

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CISFએ આતંકવાદી હુમલાની મોક એક્સરસાઇઝ કરી, સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરાઈ, જુઓ તસવીરો

  • January 07, 2026 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તથા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક વીવીઆઈપી મહેમાનોની સંભાવિત અવરજવર વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે CISF યુનિટ રાજકોટ એરપોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક એક્સરસાઇઝ ‘શહેર બાજુ આતંકવાદી હુમલો’ની કલ્પિત પરિસ્થિતિ પર આધારિત હતી.


કવાયતનો મુખ્ય હેતુ એરપોર્ટ પર તૈનાત સુરક્ષા દળોની ઓપરેશનલ તૈયારીઓ, પ્રતિસાદ ક્ષમતા અને આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી તથા અસરકારક કાર્યવાહી કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. કવાયત દરમિયાન CISFના જવાનો દ્વારા સંભવિત ખતરાને કેવી રીતે નિયંત્રિત કરવો, મુસાફરોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કેવી રીતે કરવું તે બાબતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


આ સમગ્ર મોક એક્સરસાઇઝનું નિરીક્ષણ શ્રી અમનદીપ સિરસ્વા, ડેપ્યુટી કમાન્ડન્ટ તથા CASO દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કવાયત બાદ જવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું અને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે સૂચનો કર્યા હતા.