BREAKING NEWS

પિસ્તોલ જેવા લાઇટર સાથેનો વીડિયો અપલોડ કરનાર કોલેજીયન વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો

  • March 12, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મેટોડા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક શખસ બાઇક પર પિસ્તોલ જેવા હથિયાર વડે સીન સપાટા કરતો હોવાનું નજરે પડ્યું હતું. વાયરલ થયેલા આ વીડિયોને લઈ મેટોડા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી ખીરસરામાં રહેતા કોલેજીયન છાત્રને ઝડપી લીધો હતો. આ શખસે વીડિયો દોઢ વર્ષ જુનો હોવાનું કહ્યું હતું. પોલીસે તેની પાસેથી પિસ્તોલ જેવું દેખાતું લાઈટર કબજે કરી તેની સામે સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં એક યુવક દ્વારા પિસ્તોલ જેવા દેખાતા હથિયાર સાથેની રીલ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવી હતી. આ રીલ વાયરલ થતા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ. શર્માના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.બી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ, કોન્સ્ટેબલ રાજદિપસિંહે ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટાવાળી પોસ્ટ અપલોડ કરનાર શખસની ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી ઓળખ કરી લીધી હતી.


હથિયાર સાથેની આ રીલ અપલોડ કરનાર શખસપાર્થ રણજીતભાઈ વાગડિયા (ઉ.વ. 20 રહે. ખીરસરા તા. લોધીકા) હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ કરી હતી. દોઢ વર્ષ પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું રટણ કર્યું હતું. વીડિયોમાં દેખાતું પિસ્તોલ જેવું હથિયાર ખરેખર લાઇટર હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે આ લાઇટર કબજે કરી કોલેજીયન છાત્ર વિરુદ્ધ આ પ્રકારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકીને શાંતિનો સુલેહનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


પોલીસે અપીલ કરી હતી કે, સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો વીડિયો અપલોડ કરવો તે એક ગુનો બને છે. જેથી કોઈએ આ પ્રકારના વિડીયો અપલોડ કરવા નહીં અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application