BREAKING NEWS

રાજકોટમાં ધંધામાં ૧૦% વળતર ની લાલચ આપી દંપતિની ૩.૪૮ કરોડની ઠગાઈ

  • March 09, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર માં છેતરપિંડીના બનાવમાં ભેજાબાજો લલચામણી સ્કીમ અને કીમિયાઓ કરી લોકોને શિશામાં ઉતારી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હોય તેવા અનેક કિસ્સાઓ સમયાંતરે જોવા મળે છે તેવો વધુ એક કિસ્સામાં દંપતી એ સગા સહિત પાંચ વેપારીને સ્ક્રેપના ધંધામાં 10% જેવા ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવી 3.48 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે ઇ ઓ ડબલ્યુ શાખાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ટાગોર રોડ પર આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા અને દાણાપીઠમાં રાયચૂરા ટ્રેડ નામે અનાજ કઠોળનો વ્યવસાય કરતા વેપારી ધનસુખભાઇ મોરારજીભાઇ રાયચુરા જાતે. લોહાણા ઉ.વ.૫૦ વાળાએ ગીરીરાજ વાસ અને દ્વારકાધીશ વાસ નામની બે પેઢી ધરાવતા પ્રિયંક કારિયા અને તેની પત્ની ડીમ્પલ કારિયા સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજકોટમાં દાણાપીઠમા રાયચુરા ટ્રેડ નામે પેઢી આવેલ હોય જયાં અનાજ કઠોળનો હોલસેલનો વેપા૨ ધંધો કરે છે પાંચ ભાઇઓ સૌથી મોટાભાઈ જમનભાઇ જે દોઢેક માસ પહેલા ગુર્જરી ગયેલ છે, નાના નવનીતભાઇ છે જેઓ અનાજનુ મીલ ચલાવે છે તેનાથી નાના ભાઇ જીવનભાઈ છે અને સૌથી નાના ભાઈ મનહરભાઇ છે અને તેઓના લગ્ન રમેશભાઇ કારીયાની દિકરી રૂપલબેન સાથે થયેલ છે.

તેમના સાળા પ્રિયંકભાઇ કારીયા અને પ્રિયંકભાઈ ના પત્નિ ડીમ્પલબેન છે ફરિયાદીના નાનાભાઇ મનહરભાઇ મોરારજીભાઇ રાયચુરાના સાળા પ્રિયંકભાઇ રમેશભાઇ કારીયા કે જેઓ રૂદ્ર એપાર્ટમેન્ટ ત્રીજો માળ ફ્લેટ નં ૩૦૧ ઓમનગર પાર્ટ-એ અમૃતધારા ડેરી વાળી શેરી ઓમનગર સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુકામે રહેતા હોય અને અમો પ્રસંગોપાત એકબીજાના ઘરે આવવા જવાના વ્યવહારો હોય જેથી અમો એકબીજા ના પરીચીત છીએ પ્રિયંકભાઈ રમેશભાઈ કારીયાને રાજકોટમાં મવડી મેઇન રોડ પર ભકિતનંદન કોમ્પલેક્ષમાં પોતાના શ્રી ગીરીરાજ વાસ" અને "શ્રી દ્વારકાધીશ વાસ નામે દુકાન આવેલ હોય અને તેઓ બંને વાસણનો વેપાર ધંધો કરે છે.

પ્રિયંક ભાઇ રમેશભાઇ કારીયાએ એપ્રીલ/૨૦૨૫ માં હુ તેઓની દુકાન ખાતે ગયેલ ત્યારે મને જણાવેલ કે, પોતાની પાસે સ્ક્રેપના ધંધાની લાઇન છે અને પોતાની પાસે હાલ રોકાણ કરવા પુરતા રૂપીયા ન હોય પરંતુ સ્ક્રેપની લાઇનમાં ખુબ સારો નફો છે તેમ અમને વિશ્વાસમાં લઇ પોતાના સ્ક્રેપના ધંધામાં રૂપીયાનુ રોકાણ કરવાનુ કહેલ અને માસીક ૯ થી ૧૦ ટકા વળતર આપવાની પણ વાત કરેલ હતી.

જેથી ફરિયાદી પાસે ધંધાની અંગત બચતના રૂપીયા મારી પેઢીના બેંક ખાતામાં જમા હોય પ્રિયંકભાઇ કારીયા ઉપર વિશ્વાસ રાખી સારૂ વળતર મળશે જેથી સ્ક્રેપના ધંધામાં રોકાણ કરવાનુ વિચારેલ અને પ્રિયંક ભાઈ રમેશભાઈ કારીયાના જણાવ્યા મુજબ તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં "રાયચુરા ટ્રેડ" પેઢીના YES બેંકના ખાતા માંથી પ્રિયંક ભાઈ રમેશભાઇ કારીયાની "શ્રી ગીરીરાજ વાસ" પેઢીના ૩૫,૦૦,૦૦૦ રોકાણ અર્થે ટ્રાન્સફર કરેલ હતા અને તેની સામે અલગ અલગ સમયે પ્રિયંક ભાઇ રમેશભાઈ કારીયાએ અમને ઉપરોકત બેંક ખાતામાં ૩૦,૦૦,૦૦૦/- પરત ચુકવી આપેલ હતા.

બાદ પ્રિયંક ભાઈ રમેશભાઈ કારીયા ઉપર વધુ વિશ્વાસ આવતા તેઓના જણાવ્યા ઉપર સમયગાળા દરમ્યાન અમારી રાયચુરા ટ્રેડ" પેઢીના YES બેંકના ખાતા નંબર માંથી પ્રિયંક ભાઈ અને તેની પત્ની ના શ્રી દ્વારકાધીશ વાસ પેઢીના બેંક એકાઉન્ટ માં 52 લાખનું રોકાણ કર્યું હતું તે પૈકી તેને દસ લાખ ચૂકવી દીધા હતા.

આ ઉપરાંત ગિરિરાજ વાસ પેઢીમાં પાંચ લાખ તથા ડીમ્પલ કાર્યની દ્વારકાધીશ પેઢીમાં 42 લાખ મળી 47 લાખ લેવાના બાકી હતા તેનું વળતર ચૂકવ્યું ન હતું, તે દરમિયાન તેઓના મોટાભાઈ નવનીતભાઈ રાયચુરાને સ્ક્રેપના ધંધાની લાલચ આપી વિશ્વાસમાં લઈ રિદ્ધિ એગ્રો પોલીસ પ્રાઇવેટ લિમિટેડ પેઢીના બેક એકાઉન્ટમાં 24 લાખ ટ્રાન્સફર કરાવીયા હતા.

આમ વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે બેન્ક એકાઉન્ટમાં નાના ટ્રાન્સફર કરાવરાવી નવનીતભાઈ રાયચુરાના 1.08 કરોડ પ્રિયંકારીયા અને તેના પત્નીએ રોકાણ કરાવ્યું હતું આ ઉપરાંત હિરેનભાઈ કોટક ના 1.65 કરોડ પૈકી 95 લાખ તેમજ અશ્વિનભાઈ દલસુખભાઈ બુધદેવ ના 30 લાખ અને અતુલભાઇ જમનાદાસ ઉનડકટ ના ત્રણ લાખ નું રોકાણ કરાવી આ ચીટર દંપતીએ કુલ 3.48 કરોડનો ચૂનો લગાવ્યાની ફરિયાદી ધનસુખભાઈ રાયચુરાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી આગળની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ કે જે કરપડાની રાહબરીમાં એએસઆઇ એજે બસિયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News