ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T-20 વર્લ્ડ કપ જીતની ઉજવણી બાદ એક નવા વિવાદમાં ફસાઈ ગયો છે. પુણેના એક વકીલે તેમની વિરુદ્ધ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવા બદલ પોલીસ ફરિયાદ કરવાની માંગી કરી છે.
અહેવાલ મુજબ, પુણેના વકીલ વાજિદ ખાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદમાં ભારતની T-20 વર્લ્ડ કપ જીત બાદ મેદાન પર ઉજવણી દરમિયાન પંડ્યાએ કથિત રીતે ભારતીય ધ્વજ પોતાના શરીર પર લપેટ્યો હતો અને અયોગ્ય વર્તન કર્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે આ કૃત્ય રાષ્ટ્રધ્વજનું અપમાનજનક છે અને કાનૂની કાર્યવાહીની જરૂર છે. પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ બુધવારે પુષ્ટિ કરી હતી કે વકીલ વાજિદ ખાન દ્વારા અરજી સબમિટ કરવામાં આવી છે, જોકે કેસની વિગતો હજુ સુધી શેર કરવામાં આવી નથી.
ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે અને જો તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે તો સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. અમદાવાદમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યા બાદ આ વિવાદ સામે આવ્યો હતો. વિજય બાદ, ખેલાડીઓએ મેદાન પર તેમના પરિવાર અને સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી હતી, અને આના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હાર્દિક પણ ભારતીય ધ્વજ પહેરીને તેની ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
બીજી તરફ, પંડ્યાએ ટુર્નામેન્ટ પછી કહ્યું હતું કે સતત બીજી T20 વર્લ્ડ કપ જીતવી એ તેના માટે એક વ્યક્તિગત વચન પૂર્ણ કરવા જેવું હતું. તેણે સમજાવ્યું કે 2024 માં ટાઇટલ જીત્યા પછી, તેણે પોતાને વચન આપ્યું હતું કે તે જે પણ ટુર્નામેન્ટ રમશે તે જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. પંડ્યાએ ટુર્નામેન્ટમાં બેટ અને બોલ બંનેથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે નામિબિયા સામે 28 બોલમાં 52 રન સહિત બે અડધી સદી ફટકારી હતી અને ટુર્નામેન્ટમાં નવ વિકેટ પણ લીધી હતી. 32 વર્ષીય ઓલરાઉન્ડરને 2026 T20 વર્લ્ડ કપ માટે ICC ટીમ ઓફ ધ યરમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો.
પંડ્યાએ વિજય બાદ કહ્યું, "હું મારા દેશ માટે સારું પ્રદર્શન કરવા અને ટ્રોફી જીતવા માટે ક્રિકેટ રમું છું. મારું લક્ષ્ય ભારત માટે શક્ય તેટલી વધુ ટ્રોફી જીતવાનું છે.