BREAKING NEWS

આજે તો રાજકોટવાસીઓએ વટ પાડી દીધો, વાહ ભાઈ વાહ... ધાર્યું ધણીનું થાયઃ જગદીશ વિશ્વકર્મા

  • October 15, 2025 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમખ જગદીશ વિશ્વકર્માનો રાજકોટના રેસકોર્સ મેદાનમાં અભિવાદન સમારોહ યોજાયો છે. અહીં નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓએ આજે વટ પાડી દીધો. વાહ ભાઈ વાહ....જગદીશ વિશ્વકર્માએ સંતો મહંતોને યાદ કરી નમન કર્યા. જુના સંઘ આગેવાનો પણ યાદ કર્યા હતા. સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ વંદન કર્યા. જળસંચયનું સૌથી મોટું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. દેશમાં બનતા ફટાકડાનું નામ ઓપરેશન સિંદૂર અપાયું તે આપણા માટે પણ ગૌરવની વાત છે.


વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકર એરપોર્ટથી સભા સ્થળ સુધી આવકારવા આતુર રહ્યો આ ભાજપની એકતા દર્શાવે છે. પદ અને ખુરશી કરતા મારા કાર્યકર માટે મને અભિમાન છે 
આજે ડો.અબ્દુલ કલામને જન્મજ્યંતિ નિમિતે તેઓને યાદ કરીએ. રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગ્રોથ એન્જિન કહેવાય, સંઘ વખતના ચીમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈએ ગુંડા વિરોધી અભિયાન ચલાવેલ. સ્વ.કેશુભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈ અને સ્વ.વિજયભાઈને પ્રદેશ અધ્યક્ષે યાદ કરી રાજકોટની વિકાસગાથા વર્ણવી હતી.  



વધુમાં જણાવ્યું હતું કે, ઇટાલીમાં કોઈ ફેશન લોન્ચ થાય અને ભારતમાં પહોંચે તેમ રાજકોટની વસ્તુઓ સમગ્ર રાજ્ય અને ભારતમા પહોંચે છે. બપોરે ગમે તેવું હોય રાજકોટ 2 કલાક આરામ કરે જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈની રાજકીય શરૂઆત રાજકોટથી થઈ. રાજકોટવાસીઓ માટે પ્રધાનમંત્રી મોદીનો પ્રેમ સદૈવ રહે છે. ભારતમાં ગમે ત્યાં ભ્રમણ કરો પરંતુ સૌરાષ્ટ્રનો માણસ ક્યારેય ભૂખ્યો ન રહે, તમામ ધાર્મિક સ્થળો સંતોની ભૂમિ સદૈવ સેવામાં તત્પર છે. વિશ્વમાં કોઈ પણ પ્રોડક્ટ હોય એ રાજકોટના કારીગરો તાત્કાલિક બનાવી આપે, ડીફેન્સના પાર્ટ્સ પણ રાજકોટમાં બને તે ખુબ મોટી વાત છે. હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી આપણે અપનાવવું જોઈએ. ભારતભરમા સ્થાનિક વસ્તુઓ બનતા મેક ઈન ઇન્ડિયા સાચા અર્થમાં સાર્થક થયું. ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્રમાં રાજકોટને મળ્યું છે. નવું બસપોર્ટ, રિજનલ સાયસન્સ સેન્ટર, એઇમ્સ હોસ્પિટલ સહિતની સેવાઓ રાજકોટમાં ઉપલબ્ધ બની. વાઇબ્રન્ટ ગુજરાત વિશે વિપક્ષ હસી મજાક ઉડાવતું હતું, આજે વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. સૌની યોજના થકી ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું એ ગૌરવની વાત છે. સરદાર પટેલના સ્ટેચ્યુ પર જઈએ ત્યારે તેમ થાય સરદાર પટેલનું સ્વપ્ન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કર્યું.


વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ ગમે તે ખૂણે હોય પણ જેમ ચાના બંધાણી હોય તેમ સાંજનું પેપર વાંચવાના બંધાણી છે. હું પોતે વિશ્વકર્મા છું, વિશ્વની કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો રાજકોટમાં બની જાય, રાજકોટ પહેલા ડીઝલ એન્જિન માટે પ્રખ્યાત હતું. હવે ડિફેન્સ લેવલે પણ આગળ વધી રહ્યા છે.


વધુમાં જણાવ્યું હતું કે, મારા વડીલ પૂર્વ અધ્યક્ષ ત્રણ આજે હાજર છે. પૂર્વ અધ્યક્ષ વજુભાઇ વાળા, આર.સી ફળદુ અને પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત છે. મને અભિમાન થાય છે, લાખો કાર્યકરો મારી સામે ઊભા છે.


વધુમાં જણાવ્યું કે, મોડું આવવા બદલ માફી પણ માંગું છું, હું તો સમયસર નીકળ્યો હતો પણ પ્રભુ ધારે તેમ જ થાય. રાજકોટ વાળા તો દિવસે જ 8 વાગ્યે જાગે અને રાતના 2 વાગ્યા સુધી હરતા ફરતા રહે. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ક્યે એમ કરવું પડે, આજે વટ પાડી દીધો છે. ભાજપના પૂર્વ ત્રણ ત્રણ અધ્યક્ષ અહીંયા ઉપસ્થિત છે, મારા પોકેટમાં કાર્ડ છે તેમાં અધ્યક્ષ તરીકે સહી રૂપાલા સાહેબની છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ પેંડા અને ગોલા પ્રખ્યાત છે. ગોંડલના ગાંઠિયા પણ જાણિતા છે. સાતમ આઠમમાં રાજકોટના લોકો કહે તે ચાર દિવસ રજા જોઈશે એટલે જોઈશે જ. બપોરે દુકાન બંધ જ રહે છે.ગમે તેટલો મોટો ઓર્ડર મળે પણ બંધ એટલે બંધ. વડાપ્રધાન રાજકીય શરૂઆત રાજકોટથી થઈ છે, વડાપ્રધાનને પણ રાજકોટ પ્રત્યે પ્રેમ અનેરો છે. 


વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જે મીઠો પ્રેમ મળે તેવો બીજે ક્યાંય ન મળે, આ સતોની ભૂમિ છે, મારા છાતી ગદદ ફૂલે છે.


પાઘડી ઉંધી પહેરી હતી તો પૂર્વ મંત્રી રૈયાણી એ કહ્યું પાઘડી ઉંધી છે એટલે તુરંત જગદીશભાઈ એ સીધી પહેરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application