BREAKING NEWS

શાપરમાં વૃદ્ધે પરિચિત યુવતીને ઘરે લઈ જતા પત્ની-પુત્રીએ મરચાની ભૂકી આંખમાં છાંટી પાઇપથી માર માર્યો

  • March 10, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપરમાં પરિચિત વૃધ્ધના ઘરે જમવા ગયેલી યુવતીને વૃદ્ધની પત્ની અને પુત્રીએ આંખમાં મરચાની ભૂકી છાંટી પાઇપથી મારમારતા મૂંઢ ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ શાપરના પારડીમાં રહેતી જ્યોતિ વિનુભાઈ પરમાર (ઉ.વ.21)ની યુવતી બપોરે શાપરમાં રહેતા વિનુભાઈ પરમારના ઘરે હતી ત્યારે વિનુભાઈના પત્ની અને પુત્રી સાક્ષીએ મરચાની ભૂકી આંખમાં છાંટી પાઇપ વડે મારમારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.


જ્યોતિ બે ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરે છે અને નોકરી કરે છે. ત્રણ ચાર મહિના પહેલા ગોંડલ ચોકડી પાસે કંપનીમાં ઇનરવ્યું દેવા માટે આવી હતી ત્યારે પારડીના વિનુભાઈ પરમાર (ઉ.વ.70) સાથે પરિચય થયો હતો અને નોકરીના ફોર્મ ભરવા સહિતની કેટલીક મદદ કરી હતી જે બાદ વૃધ્ધ અવાર નવાર મદદે જતા હતા. બે ત્રણ દિવસથી જ્યોતિની તબિયત બરાબર ન હોવાથી તેને જમવા માટે વિનુભાઈ ઘરે લઈ ગયા હતા દરમિયાન વિનુભાઈની પત્ની અને પુત્રી ઘરે હાજર હોય તેને જમાડવાની હા પાડી વિનુભાઈને છાસ લેવા મોકલ્યા હતા. જ્યોતિ સોફા ઉપર બેઠી હતી દરમિયાન માતા-પુત્રીએ રસોડામાંથી મરચાની ભૂકી આંખમાં છાંટી પાઇપ વડે બેફામ મારમારતા યુવતીને મૂઢ ઈજ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેસવામાં આવી હોવાનું તેના પિતા વિનુભાઈએ જણાવ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરત પોલીસે નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application