BREAKING NEWS

ભારતમાં પ્રીમિયમ શરાબનો ક્રેઝ: જેક ડેનિયલની કંપની ઉતારશે નવા ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ; 2032 સુધીમાં ચીનને પછાડી ભારત બનશે નંબર-1 માર્કેટ

  • March 08, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની દિગ્ગજ શરાબ કંપની બ્રાઉન-ફોર્મન (Brown-Forman) આગામી બે થી ત્રણ વર્ષમાં ભારતમાં અનેક નવા પ્રીમિયમ બ્રાન્ડ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના મતે ભારત હવે તેના વૈશ્વિક પોર્ટફોલિયો માટે સૌથી મહત્વના દેશોમાં સામેલ થઈ ગયું છે.


કયા નવા બ્રાન્ડ્સ જોવા મળશે?
કંપની અત્યારે ભારતમાં જેક ડેનિયલ ઉપરાંત વુડફોર્ડ રિઝર્વ (Woodford Reserve) અને જીન મેરે (Gin Mare) જેવા બ્રાન્ડ્સ વેચી રહી છે. હવે તેમાં નવા નામો ઉમેરાશે:


ટકીલા (Tequila): 'અલ હિમાદોર' (El Jimador) અને 'હેરાદુરા' (Herradura) જેવા પ્રીમિયમ ટકીલા બ્રાન્ડ્સ લોન્ચ થશે.


વ્હિસ્કી (Whiskey): પ્રખ્યાત 'બેનરિઆક' (Benriach) વ્હિસ્કી પણ ભારતીય બજારમાં ઉતારવામાં આવશે.


પોર્ટફોલિયો વિસ્તરણ: કંપની હાલના 10 બ્રાન્ડ્સમાં બીજા 3 થી 4 નવા વૈશ્વિક બ્રાન્ડ્સ ઉમેરશે.


ભારત બનશે વિશ્વનું સૌથી મોટું બજાર
ડ્રિંક્સ માર્કેટ પર નજર રાખતી સંસ્થા IWSR ના અહેવાલ મુજબ, ભારતનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. વર્ષ 2032 સુધીમાં ભારત જથ્થાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્પિરિટ્સ માર્કેટ બની શકે છે, જે ચીનને પણ પાછળ રાખી દેશે. દર વર્ષે ભારતમાં અંદાજે 1.5 થી 2 કરોડ નવા ગ્રાહકો દારૂના બજારમાં જોડાય છે. લોકોની આવક વધવાની સાથે હવે તેઓ મોંઘા અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પાછળ ખર્ચ કરવા તૈયાર છે.


વધતી ખરીદશક્તિ અને પડકારો

બ્રાઉન-ફોર્મન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ સભરવાલના જણાવ્યા મુજબ, અગાઉ લોકોમાં ઈચ્છા હતી પણ પૂરતી આવક કે બ્રાન્ડ્સની ઉપલબ્ધતા નહોતી. હવે તે ચિત્ર બદલાયું છે. જોકે, ભારતમાં વ્યવસાય કરવો હજુ પણ પડકારજનક છે. ભારતમાં આયાતી શરાબ પર ટેક્સનું પ્રમાણ ખૂબ વધારે છે. દરેક રાજ્યના અલગ નિયમો અને પરમિટ સિસ્ટમ કંપનીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે. કડક જાહેરાત નિયમોને કારણે નવા બ્રાન્ડ્સનું માર્કેટિંગ કરવું અઘરું બને છે.

ભારતીયોનો શોખ હવે દેશી કે સસ્તા બ્રાન્ડ્સથી આગળ વધીને પ્રીમિયમ વ્હિસ્કી અને ટકીલા તરફ વળ્યો છે, જે વૈશ્વિક કંપનીઓ માટે ભારતને 'ગોલ્ડ માઈન' સમાન બનાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News