BREAKING NEWS

મારો ધુબાકા: રાજકોટ મનપાના સ્વિમિંગ પુલની મેમ્બરશીપ માટે શુક્રવારથી રજિસ્ટ્રેશન, ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ

  • March 18, 2026 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના તમામ સ્નાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.૨૦.૩.૨૦૨૬ ના રોજ વહેલા તે પહેલાનાં ધોરણે વાર્ષિક મેમ્બરશીપ www.rmc.gov.in ઉપરથી ઓનલાઇન તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થી ઓફલાઈન મેમ્બરશિપ રજિસ્ટ્રેશન શરૂ થશે.


મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, મનપા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ ખાતે આવેલ બેડ્મિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, ૦૨ ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, સ્કોવોશ કોર્ટ તેમજ રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા વિવિધ સ્નાનાગારો જેમકે સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ, સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા જીજાબાઇ મહિલા સ્નાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા તથા સ્પોર્ટ્સ ઓર્થોરીટી ઓફ ગુજરાતની સંયુકત રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મવડી ખાતે રમત ગમત સુવિધાઓ જેમ કે બેડમિન્ટન, લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ તથા કબ્બડીના કોચીંગ માટે માસિક રજીસ્ટ્રેશનની પ્રવેશ પ્રકિયા પણ શરૂ કરવામાં આવનાર છે.


ઉપરોક્ત વિગતે તમામ સ્નાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્બર્સ માટે તા.૨૦/૦૩/૨૦૨૬ ના રોજ વહેલા તે પહેલાનાં ધોરણે વાર્ષિક મેમ્બરશીપ www.rmc.gov.in પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.તેમજ તમામ રમતગમત સુવિધાઓનુ ત્રીમાસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તથા સ્નાનાગારનુ ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.૨૭.૩.૨૦૨૬થી શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application