છત્તીસગઢના બિલાસપુરમાં આજે બપોરે એક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં MEMU પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી સાથે અથડાયો હતો. આ અકસ્માત બિલાસપુર સ્ટેશન નજીક સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં છ મુસાફરોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે (SECR)ના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને ટેકનિકલ નિષ્ણાતો સ્થળ પર છે. સ્ટેશનની આસપાસ રેલ ટ્રાફિકને થોડા સમય માટે અસર થઈ હતી, પરંતુ સામાન્યતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
રેલવેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રેલવે સલામતી કમિશનર બિલાસપુર ટ્રેન અકસ્માતની તપાસ કરશે.

રેલવેએ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ અકસ્માત બાદ મુસાફરો અને તેમના પરિવારોની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. માહિતી અને સહાય માટે આ નંબરો 24 કલાક ઉપલબ્ધ રહેશે.
ચંપા જંકશન: 808595652
રાયગઢ: 975248560
પેન્દ્ર રોડ: 8294730162
વધુમાં, પરિવારના સભ્યો અને મુસાફરો સહાય માટે ફોન કરી શકે તે માટે ઘટનાસ્થળે બે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ નંબરો ૯૭૫૨૪૮૫૪૯૯ અને ૮૬૦૨૦૦૭૨૦૨ છે.