BREAKING NEWS

અવનવા સ્ટંટ જોઈ લોકો મોઢામાં આંગળા નાખી ગયા, એર-શોના રિહર્સલમાં આકાશમાં સર્જાયા તિરંગો, દિલના દૃશ્યો, જુઓ અદભૂત તસવીરો

  • December 06, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં રવિવારે તા.૦૭/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાનાર સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ આજે સવારે ૧૦ વાગ્યાથી યોજાયું હતું. જેને હજારો લોકોએ હર્ષનાદ અને ચીચીયારીથી વધાવી લીધું હતું. આ અવસરે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરો સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એર-શોની સાથોસાથ ડીફેન્સનાં શક્રો અને સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ છે.