BREAKING NEWS

ગિરનાર પર્વત પર 8.9 ડિગ્રી: કાશ્મીર, લદાખ, જમ્મુમાં ભારે વરસાદની ચેતવણી

  • December 04, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગિરનાર પર્વત ઉપર આજે સવારે લઘુતમ તાપમાન જોરદાર ઘટી ગયું છે અને માત્ર 8.9 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75% છે અને પવનની ગતિ પણ વધુ હોવાના કારણે ગિરનાર પર્વત ઉપર ઠંડીની તીવ્રતા વધુ અનુભવાય છે. જુનાગઢ શહેરમાં 13.9 અને ભવનાથ તળેટીમાં 11.9 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ આજે થઈ છે. આવતીકાલથી ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુતમ તાપમાન ત્રણ થી ચાર ડિગ્રી જેટલું નીચે ઉતરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.


નલિયામાં આજનું લઘુતમ તાપમાન 12 ડીગ્રી નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલે અને આજે એક સરખું 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં સામાન્ય ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી રહેવા પામ્યું છે. પોરબંદરમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરામાં પણ સામાન્ય ઘટાડા સાથે આજે 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.


અમરેલીમાં 16.2, ડીસામાં 15.4, ગાંધીનગરમાં 16, કંડલામાં 17.5 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.


પંજાબમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને તેના કારણે ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે પંજાબ હરિયાણા ચંદીગઢ રાજસ્થાન અને ઝારખંડ માટે કોલ્ડ વેવ જાહેર કરેલ છે઼ અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં પણ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયુ છે. આવતીકાલે હિમાલયન રિજીયનમાં પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થવાનું છે અને તેની અસરના ભાગરૂપે જમ્મુ કાશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application